Thursday, September 7, 2017

Arjun and Lord Shri Krishna

મહાભારતનુ યુદ્ધ ચાલી રહ્યુ હતુ.
શ્રીકૃષ્ણ અર્જુન ના સારથિ હતા.

જેવુ અર્જુન નુ બાણ છૂટતુ, કર્ણ નો રથ ઘણો જ પાછળ જતો રહેતો.

જ્યારે કર્ણ નુ તીર છુટતુ તો અર્જુન નો રથ સાત પગલા પાછળ જતો રહેતો.

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન ની પ્રસંશા  કરવાને બદલે દર વખતે
કર્ણ માટે કહ્યુ," કેટલો વીરપુરુષ છે, આ કર્ણ.", જે અમારા રથ ને સાત પગલા પાછો પાડી દે છે.

અર્જુન ઘણો પરેશાન થયો.

અસમંજસ ની સ્થિતી મા પુછી બેઠો," હે વસુદેવ, આ પક્ષપાત કેમ?  મારા પરાક્રમ ની આપ નોધ નથી લેતા અને આપણા રથ ને માત્ર સાત પગલા પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ-વાહ કરો છો?"

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા: પાર્થ, તને ખબર નથી.....

"તારા રથ પર મહાવીર હનુમાન,  અને હુ  સ્વયં વસુદેવ કૃષ્ણ બિરાજમાન છે."

જો અમે બન્ને ન હોત તો તારા રથ નુ અત્યારે અસ્તિત્વ પણ ન હોત.
       આ રથ ને સાત પગલા પણ  પાછળ ધકેલવુ એ કર્ણ ના મહા બળવાન હોવાનો સંકેત છે.
      અર્જુન આ સાભળીને પોતાની ક્ષુદ્રતા પર સંકોચ અનુભવવા લાગ્યો.

  આ તથ્ય ને અર્જુન તેથી વિશેષ ત્યારે સમજ્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયુ.

પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધ માથી પાછા ફરતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પહેલા રથ માથી ઉતરતા અને સારથિ ધર્મ
હોવાથી અર્જુન ને પછી ઉતારતા.
     યુદ્ધના છેલ્લા દિવસે રથમાથી ઉતરતા પહેલા ભગવાને કહ્યુ,"અર્જુન, તમે પહેલા રથ માથી ઉતરી ને દુર ઉભા રહો."
        ભગવાન શ્રીકૃષ્ણ ના ઉતરતા જ રથ બળી ને ભસ્મ થઈ ગયો.

    અર્જુન આશ્ચર્યચક્તિ થઈ ગયો.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ" પાર્થ, તારો રથ તો ક્યારનો યે બળી ને ભસ્મ થઈ ચૂક્યો હતો.

ભીષ્મ,

કૃપાચાર્ય,

દ્રોણાચાર્ય,

અને

કર્ણ ના

દિવ્યાસ્ત્રોથી તે રથ નષ્ટ થઈ ચૂક્યો હતો,  *મારા સંકલ્પે એને યુદ્ધ સમાપ્તિ સુધી જિવીત રાખ્યો હતો."*

પોતાની શ્રેષ્ઠતા ના મદ મા ખોવાયેલ અર્જુન નુ અભિમાન ચકનાચૂર થઈ ગયુ.

       પોતાનુ સર્વસ્વ ત્યાગી ને
તે ભગવાન ના ચરણો મા નતમસ્તક થઈ ગયો.
  અભિમાન નો ખોટો ભાર ઉતારી ને હલકાપણ અનુભવતો હતો.
   ગીતા શ્રવણ મા આથી વિશેષ શુ ઉપદેશ હોઈ શકે કે," બધુ જ કર્તાહર્તા ભગવાન જ છે, આપણે તો ફક્ત કઠપુતળી જ છીએ."
કાશ, આપણા અંદર નો અર્જુન આ સમજી જાય.

💐👏
ઘમંડ જીવન મા કષ્ટ જ આપે છે.     
🎈....... અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે લડતા રહો.
Good morning ....have a nice day.

No comments:

Post a Comment

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...