Friday, July 14, 2017

Satyanarayan dev ki jai....

પાડોશમાં સત્યનારાયણ ની કથા હતી,

બાપા પણ તેનો લાભ લેવા પહોંચી ગયા..

આરતી પ્લેટ બાપાની સામે આવી.

બાપાએ ખિસ્સા માં હાથ ફંફોશી દસ રૂપિયા ની નોટ મૂકી દીધી..

ને એવા મા અચાનક પાછડવાળી મહિલાએ ખભા પર હાથ મારી 2000₹ ની નોટ બાપા તરફ આગળ વધારી,

બાપા એ 2000₹ નોટ લઈ આરતી ની થાળી મા મૂકી દીધી.

ને એ બાદ બાપા ને અંતરમન થઈ ઘણો સંકોચ અનુભવવા મંડ્યા ને બીજી તરફ મહિલા પ્રત્યે સમ્માન પણ જાગ્યું
ને મન મા મંથન કરતા કહે...

"કે શુ શ્રદ્ધા છે!!!  ભેટ મા 2000₹!!!,

સાચે જ શ્રદ્ધા નું કોઈ મૂલ્ય નથી હોતું"

બહાર નીકળતા મહિલા ને સપ્રેમ સમ્માન સાથે નમન કરી આતુરતા થી પૂછયુ

"બેન!! તમે આરતી ની થાળી મા 2000₹ આમ જ દાન કરી દીધા!!!"

પછી એ મહિલા એ જે વાત કહી એ
ધ્યાન થી સાંભળજો દોસ્તો સમજાવવા જેવી છે.

મહિલા એ બાપા તરફ હસતા પ્રેમ થી કહ્યું, "ભાઈ.....

10₹ ની નોટ કાઢતા 2000₹ની નોટ તમારા જ ખિસ્સા માથી પડી ગયી હતી ને હું તમને જ આપતી હતી."

તો બોલો મિત્રો,

"સત્યનારાયણ ભગવાન ની જય"

બાપા હજી કોમા માં છે

No comments:

Post a Comment

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...