Showing posts with label education. Show all posts
Showing posts with label education. Show all posts

Wednesday, July 12, 2017

Teachers are our friends...

એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી.

મને જ્ઞાન આપજો....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે..... પરીક્ષા નહી.
શિક્ષક તેના નિરીક્ષણ (observation) માં જ મૂલ્યાંકન (evaluation) કરી શકે છે. તેના માટે પેપર સેટ કરવાની જરૂર પડતી નથી.
• વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે?
• કળી માંથી ગુલાબ થાય એ પહેલા..... ગુલાબ નો છોડ.....એ કળી ને.... એક પણ સવાલ પૂછતો નથી.
• ચકલીઓ ના બચ્ચાઓ.... માળા માં થી પહેલી વાર ઉડે.... એ પહેલા કઈ પ્રવેશ પરીક્ષા (entrance exam) આપે છે? 
• અરે, જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય.... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી.

તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે.... જમીન ને નહિ.
પપ્પા કહે છે.... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને તબીબી બેદરકારી (medical negligence) કહો છો. તો પછી..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક બેદરકારી (educational negligence) કેમ ન કેહવાય?

તબીબી બેદરકારી (medical negligence) થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. શૈક્ષણિક બેદરકારી (educational negligence) થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ પીરીયડ ની મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને!!!

પ્રિય શિક્ષકો...... મને માહિતી (information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ જ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ.... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત - વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ લકવાગ્રસ્ત સમાજ (paralyzed society) ના ખરાબ વ્રણ (bed sore) અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત.

ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો.... મારે ફક્ત એ નથી જાણવું. મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે? ગ્લાસ માં રહેલા પાણી ની રચના (composition) શું છે? ગ્લાસ શેનો બનેલો છે? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું?

મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે..... મારે એવો શિક્ષક નથી જોઈતો.
જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે.... મારે એવો શિક્ષક જોઈએ છે.

મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે... મારે એવો શિક્ષક જોઈએ છે.

જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો (શારીરિક પુખ્તતા ની વાત કરું છું... માનસિક નહિ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે...... (અરે બુદ્ધિશાળી લોકો.... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો  છો ને!) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી?

૩૫/૪૫/૬૦/૧૨૦ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બરબાદી થાય.... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ, દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી. સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને.... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે.... પ્રિય શિક્ષકો.... તમને પણ કહું છું.......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ. વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને.... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને.... આંખો માં સમાય નહિ.... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન. નીચે પડવાનો ડર... મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના સ્પંદનો (vibrations) ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે હકારાત્મકતા (positivity) જોઈએ છે.

ટુથ પેસ્ટ ની ટ્યુબ માંથી બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી.....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. ૧૦ cc ની syringe માં ભરી.... એ બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી અંદર નાંખી જ શકાય.... મારે એવું શીખવું છે.

અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે.... ભારત નિર્માણ માં. શિક્ષકો.... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ એક સારા શિક્ષક નો છે. તમારી વાતો.... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ.... મારો પણ અભિગમ બનશે.

પ્રાર્થના કરું છું.....
મારા મમ્મી- પપ્પા એ મને સોંપ્યો છે તમને....એવી ઉંમર માં....
જયારે હું  વળી શકું છું.... કોઈ પણ દિશા માં..........
ઢળી શકું છું... કોઈ પણ આકાર માં.

પ્રિય શિક્ષકો.... તમે માળી છો.... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ..... એનું ધ્યાન રાખશો ને? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું. મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો..... એ આંસુઓ શું કામ આવ્યા છે? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.

મેં સાંભળ્યું છે.... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. ટ્યુશન કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે, સમાજ નહિ. શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો, અને ખરેખર ભાગ્ય શાળી હશો...... તો જ મારા શિક્ષક હશો...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો. શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે..... અને શિક્ષક દેશ બનાવે છે.

પ્રિય શિક્ષકો..... તમે દેશ નું સૌથી મોટું નિવેશ (investment) છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ...... બનાવી પણ શકે છે. સમાજવિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે..... વિધાર્થીઓ તૈયાર છે.... ઇતિહાસ બદલવા.

શિક્ષકો તૈયાર છે?

Tuesday, July 4, 2017

God's grace and blessings

એક  અભણ....

એક સરસ વાર્તા ગમી તો તમારી સાથે શેર કરુ છું.

આશા છે તમને પણ ગમશે..

જોવો ભગવાન કઈ પણ કરી શકે છે,
બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ....

એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો  માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....

ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંિદરની  આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તિનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....

એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયુ . અને  નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે.
જે ભણેલા ના હોય એમને નીકાળી દો.

તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે , આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી.

પેલાએ કીધુ કે મારી ભક્તિજોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવશે નહી,

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી. ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી.

૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા.
એ લોકો એ ભેગા થઈ જણાવ્યુંકે તમે મંદિરમાં આવો. તો એ ભાઈએ કીધુ કે હુ આવીશ ,
તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે.
માટે હુ આવી શકતો નથી.

તો ત્યાં આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ .ત્યા તમારે બેસવાનું ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું પછી કોઈ નહી કહે કે તમારે નોકરીની જરુર છે....

હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માંથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ.

હવે કુદરતની કરામત જુઓ... એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે.

હવે આ વાત જુની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ. હવે મંદિરનો જીણ્ણોધાર કરવાનો હતો. માટે દાનની જરુર હતી. મંદીરનાં ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલિકને પેહલા વાત કરીએ...

માલિક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે.
એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ.
એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ,
ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો.

ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ ,
સહી તો બાકી છે. માલિકે કીધુ કે મને સહી કરતા નથી આવડતુ, લાવો અંગુઠો મારી આપુ
ચાલી જશે ....

તો પેલા ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયા. કહે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. ભણેલા હોત તો ક્યા હોત...

તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ફકત ઘંટ વગાડતો હોત..

માટે ભગવાનની લીલા અપરંપાર છે...

Keep doing what you love.

Don't worry and be happy.

Live life fully !!!!

Tuesday, June 27, 2017

Today's Indian education system

"Real Story"

હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની
જાહેરાતોની વસંત ખીલશે.
”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો
ભેદ ન પારખી શકનારા સંચાલકો
જાહેર ખબરો માટે
નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે
સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી
નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી
છટકા ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે,
સિવાય કે “ફીની વિગત”

મગજને લીલુંછમ કરી,
હ્રદયને ઉજ્જડ બનાવી દેતી
કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ,
બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે
પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે.
તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે,
રનર. “લીટલ યુસેન બોલ્ટ”
ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.

૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !
પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર
યક્ષને કહો કે
આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય !
વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ
ક્યાં લખે છે કે
દફતરનું વજન કેટલાં કિલો હશે ???

ગુજરાતનો એક સર્વે કહે છે કે,
શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં
૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે
વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!

ગુજરાતની કહેવાતી
ઈન્ટરનેશનલ શાળામાં
“રિબોક”ના શૂઝ કમ્પલસરી છે.
કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ.
(આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ
શાળા નક્કી કરે છે.
અઠવાડિયાના અમુક દિવસ માટે
જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના
યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ
એડમિશન આપવામાં આવે છે.
ઈન શોર્ટ એટલું જ કે
“આર્થિક રીતે નબળા” અને
“માનસિક રીતે નબળા”
માટે આ શાળાઓ નથી.

ખાનગી શાળામાં ભણતા
બાળકોની માતાશ્રીઓ
બાળકને મળતા હોમવર્કના
પ્રમાણમાપને આધારે
“આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે”
એમ જાહેર કરે છે.
લેશન વધારે હોય તો
“એક ડીશ બટાકાપૌંઆ” અને
લેશન ઓછું હોય તો
“દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ”
મળે છે !!

આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ
સ્કૂલ બની ગઈ છે.

એ દિવસ પણ દૂર નથી કે
પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે
વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે.
હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ
માટે લોન આપતી બેંકો
પ્રાથમિક શિક્ષણ માટેની
ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે
અમારે ફલાણી-ઢીંકણી
બેંક સાથે ટાઈ-અપ છે,
લોન પેપર ઉપલબ્ધ છે.
બાળકના દફતર પર લખેલું જોવા મળશે
“ બેંક ના સહયોગથી”

બીજી એક ખોડ છે,
તેઓની શિક્ષણ પધ્ધતિ.
એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને
બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય.
જે પાઠમાંથી પરીક્ષામાં
વધારે ગુણનું પૂછાવાનું હોય
તેના આધારે જે-તે પાઠને
મહત્વ આપવામાં આવે છે.
“છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ
બાળકમાં ન આવે તો ચાલશે ,
વાર્ષિક પરીક્ષામાં
ગુણ આવવા જોઈએ.

ચાલો, છેલ્લે છેલ્લે
ઈન્ટરનેશનલ લેવલે પણ
આપણી શિક્ષણની
ગરીબાઈ જોઈ લઈએ.
ભારતમાં પાંચ-છ આંકડામાં
ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના
શિક્ષણની વાતો કરનાર
એક પણ સ્કૂલ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી.

માત્ર ૧૩/૧૪ વર્ષની કાચી ઉંમરે
આત્મહત્યા કરતા બાળકો
સમાજને દેખાય છે ?
આ આત્મહત્યા પાછળની
તેની વેદના સમજાય છે ?

મારી વાત સાથે
કોઈ સંમત થાય કે ન થાય
એ અલગ વાત છે
પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં
પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.
જો નજરમાં દમ હશે તો
થાંભલા અને પેન્સિલ વચ્ચેનો
આ તફાવત સમજાઈ જશે.

આ કોઈ નકારાત્મકતા નથી.
ઘણી સારી શાળાઓ છે જ.
આ તો એવી શાળાઓની
વાત હતી જે સરસ્વતી માતાની
છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

તેના શિક્ષકોની લાયકાત તથા
ચૂકવતા પગાર  ની
હજુ વાત કરવી નથી.. !!!!

Today's Indian education system

"Real Story"

હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની
જાહેરાતોની વસંત ખીલશે.
”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો
ભેદ ન પારખી શકનારા સંચાલકો
જાહેર ખબરો માટે
નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે
સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી
નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી
છટકા ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે,
સિવાય કે “ફીની વિગત”

મગજને લીલુંછમ કરી,
હ્રદયને ઉજ્જડ બનાવી દેતી
કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ,
બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે
પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે.
તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે,
રનર. “લીટલ યુસેન બોલ્ટ”
ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.

૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !
પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર
યક્ષને કહો કે
આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય !
વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ
ક્યાં લખે છે કે
દફતરનું વજન કેટલાં કિલો હશે ???

ગુજરાતનો એક સર્વે કહે છે કે,
શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં
૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે
વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!

ગુજરાતની કહેવાતી
ઈન્ટરનેશનલ શાળામાં
“રિબોક”ના શૂઝ કમ્પલસરી છે.
કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ.
(આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ
શાળા નક્કી કરે છે.
અઠવાડિયાના અમુક દિવસ માટે
જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના
યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ
એડમિશન આપવામાં આવે છે.
ઈન શોર્ટ એટલું જ કે
“આર્થિક રીતે નબળા” અને
“માનસિક રીતે નબળા”
માટે આ શાળાઓ નથી.

ખાનગી શાળામાં ભણતા
બાળકોની માતાશ્રીઓ
બાળકને મળતા હોમવર્કના
પ્રમાણમાપને આધારે
“આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે”
એમ જાહેર કરે છે.
લેશન વધારે હોય તો
“એક ડીશ બટાકાપૌંઆ” અને
લેશન ઓછું હોય તો
“દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ”
મળે છે !!

આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ
સ્કૂલ બની ગઈ છે.

એ દિવસ પણ દૂર નથી કે
પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે
વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે.
હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ
માટે લોન આપતી બેંકો
પ્રાથમિક શિક્ષણ માટેની
ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે
અમારે ફલાણી-ઢીંકણી
બેંક સાથે ટાઈ-અપ છે,
લોન પેપર ઉપલબ્ધ છે.
બાળકના દફતર પર લખેલું જોવા મળશે
“ બેંક ના સહયોગથી”

બીજી એક ખોડ છે,
તેઓની શિક્ષણ પધ્ધતિ.
એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને
બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય.
જે પાઠમાંથી પરીક્ષામાં
વધારે ગુણનું પૂછાવાનું હોય
તેના આધારે જે-તે પાઠને
મહત્વ આપવામાં આવે છે.
“છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ
બાળકમાં ન આવે તો ચાલશે ,
વાર્ષિક પરીક્ષામાં
ગુણ આવવા જોઈએ.

ચાલો, છેલ્લે છેલ્લે
ઈન્ટરનેશનલ લેવલે પણ
આપણી શિક્ષણની
ગરીબાઈ જોઈ લઈએ.
ભારતમાં પાંચ-છ આંકડામાં
ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના
શિક્ષણની વાતો કરનાર
એક પણ સ્કૂલ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી.

માત્ર ૧૩/૧૪ વર્ષની કાચી ઉંમરે
આત્મહત્યા કરતા બાળકો
સમાજને દેખાય છે ?
આ આત્મહત્યા પાછળની
તેની વેદના સમજાય છે ?

મારી વાત સાથે
કોઈ સંમત થાય કે ન થાય
એ અલગ વાત છે
પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં
પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.
જો નજરમાં દમ હશે તો
થાંભલા અને પેન્સિલ વચ્ચેનો
આ તફાવત સમજાઈ જશે.

આ કોઈ નકારાત્મકતા નથી.
ઘણી સારી શાળાઓ છે જ.
આ તો એવી શાળાઓની
વાત હતી જે સરસ્વતી માતાની
છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

તેના શિક્ષકોની લાયકાત તથા
ચૂકવતા પગાર  ની
હજુ વાત કરવી નથી.. !!!!

Tuesday, December 6, 2016

Open up Mind

Our Mind is very powerful

Do meditation everyday, like you take food 2-3 times a day.

The more you meditate, more you become powerful.

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...