ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
Time Management, Knowledge, Health, Fun, Success, Goal Setting, Business, Habit, Life
Sunday, August 13, 2017
Cleaver King ... Nice Gujarati story.
ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
Everyday prayer for peaceful mind.
*प्रतिदिन स्मरण योग्य शुभ मंत्र।*
कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम्॥
समुद्र वसने देवी पर्वत स्तन मंडिते।
विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमश्वमेव॥
ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्॥
गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु॥
ॐ सूर्य आत्मा जगतस्तस्युषश्च
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने।
दीर्घमायुर्बलं वीर्यं व्याधि शोक विनाशनम्
सूर्य पादोदकं तीर्थ जठरे धारयाम्यहम्॥
ॐ मित्राय नम:
ॐ रवये नम:
ॐ सूर्याय नम:
ॐ भानवे नम:
ॐ खगाय नम:
ॐ पूष्णे नम:
ॐ हिरण्यगर्भाय नम:
ॐ मरीचये नम:
ॐ आदित्याय नम:
ॐ सवित्रे नम:
ॐ अर्काय नम:
ॐ भास्कराय नम:
ॐ श्री सवितृ सूर्यनारायणाय नम:
आदिदेव नमस्तुभ्यं प्रसीदमम् भास्कर।
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते॥
शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोऽस्तु ते॥
दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते॥
गणपति: विघ्नराजो लम्बतुन्ड़ो गजानन:।
द्वै मातुरश्च हेरम्ब एकदंतो गणाधिप:॥
विनायक: चारूकर्ण: पशुपालो भवात्मज:।
द्वादश एतानि नामानि प्रात: उत्थाय य: पठेत्॥
विश्वम तस्य भवेद् वश्यम् न च विघ्नम् भवेत् क्वचित्।
विघ्नेश्वराय वरदाय शुभप्रियाय।
लम्बोदराय विकटाय गजाननाय॥
नागाननाय श्रुतियज्ञविभूषिताय।
गौरीसुताय गणनाथ नमो नमस्ते॥
शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं।
प्रसन्नवदनं ध्यायेतसर्वविघ्नोपशान्तये॥
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥
कर्पूर गौरम करुणावतारं,
संसार सारं भुजगेन्द्र हारं।
सदा वसंतं हृदयार विन्दे,
भवं भवानी सहितं नमामि॥
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥
कस्तुरी तिलकम ललाटपटले, वक्षस्थले कौस्तुभम।
नासाग्रे वरमौक्तिकम करतले, वेणु करे कंकणम॥
सर्वांगे हरिचन्दनम सुललितम, कंठे च मुक्तावलि।
गोपस्त्री परिवेश्तिथो विजयते, गोपाल चूडामणी॥
मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्॥
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥
हे रामा पुरुषोत्तमा नरहरे नारायणा केशवा।
गोविन्दा गरुड़ध्वजा गुणनिधे दामोदरा माधवा॥
हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते।
बैकुण्ठाधिपते चराचरपते लक्ष्मीपते पाहिमाम्॥
आदौ रामतपोवनादि गमनं हत्वा मृगं कांचनम्।
वैदेही हरणं जटायु मरणं सुग्रीवसम्भाषणम्॥
बालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनम्।
पश्चाद्रावण कुम्भकर्णहननं एतद्घि श्री रामायणम्॥
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वींणावरदण्डमण्डितकरा या श्वेतपदमासना॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा माम पातु सरस्वती भगवती
निःशेषजाड्याऽपहा॥
अतुलितबलधामं हेमशैलाभदेहम्।
दनुजवनकृषानुम् ज्ञानिनांग्रगणयम्।
सकलगुणनिधानं वानराणामधीशम्।
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥
मनोजवं मारुततुल्यवेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणम् प्रपद्ये॥
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ट्टनेमिः
स्वस्ति नो बृहस्पतिर्दधातु॥
ऊँ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ द्यौ: शान्तिरन्तरिक्ष (गुँ) शान्ति:,
पृथिवी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्व (गुँ) शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
Friday, August 4, 2017
God is money making machine?
आज मंदिर में बहुत भीड़ थी, एक *विदेशी लड़की दर्शन* के लिए लगी लम्बी लाइन को अचरज से देख रही थी,
*तभी एक पंडित जी आये और बोले :~*
बहुत लम्बी कतार है, ऎसे दर्शन नही हो पाएंगे, *501* रू. मे *VIP* पास ले लो, जल्दी दर्शन करवा दूंगा !
*विदेशी *लड़की बोली :~* मै 5100 दूंगी, भगवान से कहो बाहर आकर मिल लें !
*पंडित जी बोले :~* मजाक करती हो, भगवान भी कभी मंदिर से बाहर आते हैं क्या ?
*विदेशी लड़की फिर बोली :~* मै 51000 दूंगी, उनसे कहो, मुझ से मेरे घर पर आकर मिल लें !
*पंडितजी:~* (गुस्से मे) : तुमने भगवान को समझ क्या रखा रखा है !
I I
*विदेशी लड़की :~ वही तो मै भी पूछना चाहती हूं, आपने भगवान को समझ क्या रखा है ?*
*पैसा बनाने की मशीन ???*
बात छोटी है अगर सहमत हो तो आगे बढ़ाए।
Think about it !!!
Monday, July 31, 2017
Swami Vivekanand Story
સત્ય ધટના
સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધ્યાર્થિઓને એક સવાલ કર્યો...આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?
વિધ્યાર્થિ – હા સાહેબ..
પ્રોફેસર –તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિધ્યાર્થિ એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ? પ્રોફેસરે સમંતિ આપી..
વિધ્યાર્થિ-શુ ઠંડી જેવું કાઈં હોય છે ?
પ્રોફેસર- ચોક્કસ હોય છે..
વિધ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.
વિધ્યાર્થિએ બીજો પ્રશ્ન કર્યો...
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?
પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...
વિધ્યાર્થી –સાહેબ તમે આ વખતે પણ ખોટા છો...ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી...ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..
જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે.
સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી..
તેવીજ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે...
જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...
આ વિધ્યાર્થિનુ નામ હતું
-સ્વામી વીવેકાનંદ.
Good morning ......
🙏
Thursday, July 20, 2017
Think...deeply
🙈👉 નીચે મુજબની સમસ્યા સમય બદલતા
સમાજમા આવેલ હોય તે સમાજની સાંચી સમજણથી
જ દૂર કરી શકાય.
(1)ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી
(2)દુધ જોઈએ છે. ગાય રાખવી નથી
(3)સ્વચ્છતા ગમે છે. સ્વચ્છતા રાખવી નથી
(4)સારૂ સાંભળવુ ગમે છે. જીવનમાં ઉતારવુ નથી
(5)ગીત સાંભળવા ગમે. ગીત ગાવા નથી
(6)રમત જોવી ગમે. રમત રમવી નથી
(7)પૈસો વાપરવો ગમે. પરીશ્રમ કરવો નથી
(8)ભણવા જાય છે. ભણતા નથી
(9)ભણેલા છે. કૌશલ્યતા નથી
(10)ઊચ પદ જોઈએ. લાયકાત નથી
(11)ગામમાં સરકારી શાળા જોઈએ. એડમિશન લેવુ નથી
(12)ગામમાં બસ આવવી જોઈએ. બેસવું નથી
(13)ધો.12 સુધી ભણવુ પ્રાઈવેટમા. 12 પછી એડ.સરકારીમા
(14)નોકરી સરકારી શાળામા જોઈએ. ભણવુ નથી
(15)બેંકમા નોકરી જોઈએ. પૈસા મુકવા નથી
(16)પોસ્ટમા નોકરી જોઈએ. પોસ્ટ કાર્ડ નાખવા નથી
(17)બસ વ્યવસ્થા જોઈએ. બેસવુ નથી
(18)કહેવુ ગમે. સાંભળવું ન ગમે
(19)સરકારી દવાખાના જોઈએ. દવા લેવી નથી
(20)દિકરી જોઈએ છે. દેવી નથી
(21)બીજાની સગવડ જોવી છે. પોતા પાસે નથી
(22)સહકાર માંગવો ગમે. આપવો નથી
(23)વાહન ધીમુ ગમે. .. . ધીમુ હાંકવુ નથી
(24)ચિત્ર ગમે. દોરવા નથી
(25)જમવાનું ભાવે. બનાવતા ન ફાવે
(26)ભણવુ પ્રાઈવેટમા. નોકરી સરકારી જોઈએ
(27)ભ્રષ્ટાચાર કરાવવો છે. ભ્રષ્ટાચાર ગમતો નથી
(28)સેવાની વાતો ગમે. સેવા કરવી નથી
(29)જવાબદારી દેવી ગમે. લેવી નથી
(30)વ્યશન મુક્તિ ગમે. મુકવુ ન ગમે
(31)છાંયો ગમે. વૃક્ષ વાવવા નથી
(32)1 નં.પૈસા જોઇએ. કમાવવા છે 2 નં.
(33)દેખાદેખી કરવી છે. મુકવી નથી
(34)સાદુ જીવન ગમે. જીવવું નથી
(35)વેવિસાળ કરવા છે. બતાવવા નથી
✍
I am responsible...
ખુબજ સરસ વિધાન ના સમજાય તો બે વાર વાંચજો....🤔
"હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ...
પણ તમે જે સમજો છો તેની માટે નહિ..!!!
Think before you leap.
God bless you.
King and his offer. Nice story...
એક સલ્તનત ના રાજા એ એલાન કીધું કે આવતી કાલે સવારે મહેલ ના દરવાજા જાહેર જનતા માટે ખોલી દેવામાં આવશે.
જે શખ્સ જે વસ્તુ ને હાથ લગાડશે એ વસ્તુ એની થઇ જશે.
બીજે દિવસે વહેલી સવારે લોકો મહેલ પાસે એકઠા થયા.
મહેલ ના દરવાજા ખોલવામાં આવ્યા.
લોકો માં અફરાતફરી મચી ગઇ.
કોઈ સોના ને હાથ લગાડે તો કોઈ ચાંદી ને, કોઈ હાથી ને તો કોઇ દુધણી ગાયને હાથ લગાડે.
બધા પોતાની વસ્તુ મેળવી ને ખુશ થઈ ગયા. રાજા આ બધું જોઈને ખુશ થઈ રહ્યો છે.
એવામાં એક માણસ ધીમી ચાલે ચાલતો ચાલતો રાજા પાસે ગયો, એણે રાજા ને હાથ લગાડ્યો તો રાજા એનો થઈ ગયો અને રાજા ની બધી માલ મિલકત પણ આપોઆપ એની થઈ ગઈ.
આપણું પણ આવું જ છે ,
દુનિયા નો માલિક રોજ સવારે આપણને મોકો આપે છે. પણ અફસોસ આપણે એ માલિક ને મેળવવાને બદલે એની બનાવેલી વસ્તુ મેળવવા પાછળ લાગી જઇયે છીએ.અને એજ ભૂલ કરીયે છીએ .
એમ નહિ કે માલિક ને મેળવી લઈશું તો એની બનાવેલી આખી દુનિયા પણ આપણી જ થઇ જશે.
*****
God bless you. Keep smiling every time.
Bank, Locker key.
*એક હોશિયાર ચાટ વાળો*
એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.
એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.
મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?
અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.
એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.
એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.
જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.
તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.
આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.🙏🏻
All the best.🌷
Wednesday, July 12, 2017
Krishna and Arjun....
મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.
કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક સમજાવે છે :
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.
અર્જુન પૂછે છે :
બધું મારે જ કરવાનું ?
તો તમે શું કરશો ?
જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.
અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?
કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'
આપણે આપણુ કર્મ કરવાનું...
કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે..
🙏🙏🙏
💐 💐💐
Have a great time ahead !!!!
What ever happen, is best for us ! Keep trust on GOD.
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.
માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’
ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’
માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’
ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’
માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું
એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’
ભગવાન માત્ર હસ્યા.
માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’
ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’
ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’
ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’
Sunday, July 9, 2017
God bless you dear !
ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંક ની શાખા છે, દુનિયા ની લગભગ બધી મુખ્ય બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના લાખો કરોડો ડોલર ની લેવડદેવડ થાય છે. આવી આ વિશાળ બેંક માં ૬ કેશ કાઉન્ટર છે.
૪૬ વર્ષીય જહોન પિટર નામના બેંક ના કર્મચારી આમાં થી એક કાઉન્ટર સંભાળે છે. હવે સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી ૪ લોકો ની લાઈન લાગે પણ જહોનભાઈ નાં કાઉન્ટર પર ૧૦ થી ૧ર જણાં લાઈનમાં ઉભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે ૬ કાઉન્ટર માં થી ૫ કાઉન્ટર પર કોઈ કહેતાં કોઈ ન હોય અને જહોનભાઈ ને ત્યાં ૫ જણાં લાઈન લગાવી ને વાટ જોતાં હોય.
બેંક ના મેનેજર નું ધ્યાન જતાં તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું તો પણ લોકો તો જહોન પાસેથી જ પૈસા મેળવવા નો આગ્રહ રાખતાં.
આનું રહસ્ય સમજવાં મેનેજર સાહેબે આ પાંચ સાત ખાતેદારો ની જુદા જુદા સમયે પૂછપરછ કરી. જાણી ને સાહેબ તો અચંબિત થઈ ગયાં. આવો આપણે પણ આ ખાતેદારો ની વાત ક્રમસર જાણીએ.
પહેલાં ખાતેદારે કહ્યું જહોન પાસેથી લીધેલા પૈસા માં બરકત સારી આવે છે.
બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપની નાં એકાઉન્ટન્ટ કહે કે મને કુદરતીરીતે જ જહોન પાસેથી પૈસા લેવાનું ગમે છે.
ત્રીજા ખાતેદાર સરકારી કામો નાં કોન્ટ્રાકટર હતાં. હું જહોન પાસેથી પૈસા લઉ તો અઘરાં કામો પણ સરળતા થી અને સમયસર પૂર્ણ થાય છે.
મિ. એલન સ્મિથ જે ચોથા ખાતેદાર છે બિઝનેસમેન છે. મારે ઘણાં શહેરો માં ટ્રાવેલ કરવું પડે છે. એમના પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરી માં બબ્બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે.
પાંચમા ખાતેદારે તો જહોન ને પોતાનાં જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું વેશ્યાઓ પાછળ અને દારુ પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ જહોન પિટર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું, આમ મારું જીવન પરિવર્તન થયું. એ રાતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કહી રહ્યા હોય કે આ વિચાર માટે જહોનભાઈ ની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું જહોનભાઈ થી જ લઉં છું.
જીમી નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેનાં પતિ રોબર્ટ વર્થ નું જોઈંટ એકાઉન્ટ આ બેંક માં છે. એક વાર પોતાની સાથે કામ કરતાં યુવાન ના પ્રેમ માં અંધ બની ને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે જહોન પીટર પાસે ચેક ક્લિયરીંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા, તરત જ મને મારી ભૂલ નો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા પરત સ્લીપ ભરી બેંક માં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા જહોન પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું.
બે દિવસ પછી મેનેજર સાહેબે જહોન અને તેમની વાઈફ ને પોતાને ત્યાં ડિનર પર નિમંત્રણ આપ્યું. તેઓ એ ખુબ જ ઉત્સાહ થી પોતાનાં આ સામાન્ય ક્લાર્ક નાં અદભુત કહી શકાય એવાં પરિણામો દંપતિ ને જણાવ્યાં. પોતાનાં બાળકો સાથે જહોન નાં આર્શિવાદ માંગ્યા. ત્યારે આ સરળ એવાં જહોન ભાઈ એ કહ્યું *સાહેબ હું કોઈ સાધુ નથી, સંત નથી પણ સંસ્કારી માતા પિતા નું સંતાન છું. નાનપણ થી જ મારી મા મને કહેતી કે આપણા સંપર્ક માં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું.*
મારી માતાની સોનેરી સલાહ ને મેં જીવન માં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી,
*“MAY GOD BLESS YOU”*
*“પ્રભુ તમને આર્શિવાદ આપે, તમારું ભલું કરે”*
આ પ્રાર્થના ત્રણ વાર કરું છું. ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એમનાં હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય તો મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.
Only Your "Karma" will work...
अचानक कह दिया गया कि आपके पास जो नोट हैं। वो नहीं चलेंगे।
बदलने के लिए 50 दिन हैं। आप घबरा गए।
और कोशिश करने लगे कि किसी भी तरह जल्द से जल्द आपके नोट बदल जाए।
ज़रा सोचिए एक दिन वो आनेवाला है कि आपसे कह दिया जाएगा कि आपके पास जो कुछ है, कुछ नहीं चलेगा।
सिर्फ आपके कर्म ही चलेंगे।
जिसे बदलने के लिए 1 सेकंड भी नही मिलेगा।
तो सोचिये क्या होगा उस दिन आपका??
उस दिन के लिए वो पैसा ईकट्ठा कर लो जो वहाँ चलेगा।
खूब सोचिए और नये विचारो के साथ जीवन बदलने की तैयारी आज से शुरू कीजिये , कहीँ देर ना हो जाय ।
Think deeply and start now only. Don't wait for anyone, yo can do it.
Charity begin at home only.
All the best, God bless you.
Friday, July 7, 2017
Qualities in life
*गुस्सा अकेला आता हैं,*
*मगर हमसे सारी अच्छाई ले जाता हैं।*
*सब्र भी अकेला आता हैं,*
*मगर हमें सारी अच्छाई दे जाता हैं !!*
*परिस्थितियाँ जब विपरीत होती है,*
*तब व्यक्ति का "प्रभाव और पैसा" नहीं "स्वभाव और सम्बंध" काम आते है।*
*जो ईश्वर के सामने झुकता है*....
*ईश्वर उसे किसी के सामने झुकने नही देता है।*
Tuesday, July 4, 2017
God's grace and blessings
એક અભણ....
એક સરસ વાર્તા ગમી તો તમારી સાથે શેર કરુ છું.
આશા છે તમને પણ ગમશે..
જોવો ભગવાન કઈ પણ કરી શકે છે,
બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ....
એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....
ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,
ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંિદરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તિનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....
એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયુ . અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે.
જે ભણેલા ના હોય એમને નીકાળી દો.
તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે , આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી.
પેલાએ કીધુ કે મારી ભક્તિજોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવશે નહી,
બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી. ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી.
૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા.
એ લોકો એ ભેગા થઈ જણાવ્યુંકે તમે મંદિરમાં આવો. તો એ ભાઈએ કીધુ કે હુ આવીશ ,
તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે.
માટે હુ આવી શકતો નથી.
તો ત્યાં આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ .ત્યા તમારે બેસવાનું ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું પછી કોઈ નહી કહે કે તમારે નોકરીની જરુર છે....
હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માંથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ.
હવે કુદરતની કરામત જુઓ... એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે.
હવે આ વાત જુની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ. હવે મંદિરનો જીણ્ણોધાર કરવાનો હતો. માટે દાનની જરુર હતી. મંદીરનાં ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલિકને પેહલા વાત કરીએ...
માલિક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે.
એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ.
એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ,
ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો.
ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ ,
સહી તો બાકી છે. માલિકે કીધુ કે મને સહી કરતા નથી આવડતુ, લાવો અંગુઠો મારી આપુ
ચાલી જશે ....
તો પેલા ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયા. કહે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. ભણેલા હોત તો ક્યા હોત...
તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ફકત ઘંટ વગાડતો હોત..
માટે ભગવાનની લીલા અપરંપાર છે...
Keep doing what you love.
Don't worry and be happy.
Live life fully !!!!
Sunday, June 25, 2017
Who is near with GOD?
ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે "નિર્દોષતા" છે,
જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો "ભાવ નિર્દોષ" છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે..
*આપનો દિવસ શુભ રહે....*🌸🌺🌸🌺
Saturday, December 10, 2016
Friday, December 9, 2016
How God's calculation works?
કોઈ ➕ કરે છે
કોઈ ➖ કરે છે
કોઈ ✖ કરે છે
કોઈ ➗ કરે છે
ફક્ત ભગવાન જ
સમય આવે ત્યારે = કરે છે
Ashish Barot's Blog I am Happy & Healthy
Crying and Trying .... What is difference?
We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...