Showing posts with label good life. Show all posts
Showing posts with label good life. Show all posts

Friday, August 25, 2017

Must read about Lord Krishna

હું તકલીફ માં હોવ ત્યારે આ મેસેજ એક થી બેવાર જરૂર વાંચું છું

મારી નજરે ભગવાન
💎💡 "શ્રીકૃષ્ણ" 💡💎

*શ્રીકૃષ્ણ* ભગવાન ની કથા એમ કહે છે
      કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી.
         પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા

          કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,

         પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની
જન્મકુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,

           ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવા ની માનતા કરી, કે કોઈ માતાજી ના ભુવા પાસે દાણા જોવડાવ્યા,

મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે

તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા,

        ત્યારે ભગવાન *શ્રીકુષ્ણ* એ ના તો અર્જુન ના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા,
આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું,

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

       બાકી *શ્રીકુષ્ણ* ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા.
તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

         આ રીતે ભગવાન *શ્રીકૃષ્ણ* મને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ

તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ,

કદાચ આજ ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે.

જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો,

નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો,

ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા
નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ,

ભગવાન માંગે છે તો મારુ કર્મ,

માટે મારે કર્મ કરતા રહેવું.

💡🙏 *જય શ્રીકૃષ્ણ*🙏💡

Thursday, July 20, 2017

Do you know swimming?

"નદીમાં પડવાથી કોઈનું *મૃત્યુ*નથી થતું સાહેબ,

*જીવ* એટલા માટે જાય છે કે .......

પાણીમાં , *તરતા* નથી આવડતું"

" *પરિસ્થિતિ* ક્યારેય સમસ્યા બનતી નથી,

*સમસ્યા* એટલા માટે થાય છે કે ...

આપણને પરિસ્થિતિ સામે *લડતા* નથી આવડતું.💐💐

King and his offer. Nice story...

એક સલ્તનત ના રાજા એ એલાન કીધું  કે આવતી કાલે સવારે મહેલ ના દરવાજા જાહેર જનતા માટે ખોલી દેવામાં આવશે.

જે શખ્સ જે વસ્તુ ને હાથ લગાડશે એ વસ્તુ એની થઇ જશે.

બીજે દિવસે વહેલી સવારે લોકો મહેલ પાસે એકઠા થયા.

મહેલ ના દરવાજા ખોલવામાં આવ્યા.
લોકો માં અફરાતફરી મચી ગઇ.

કોઈ સોના ને હાથ લગાડે તો કોઈ ચાંદી ને, કોઈ હાથી ને તો કોઇ દુધણી ગાયને હાથ લગાડે.

બધા પોતાની વસ્તુ મેળવી ને ખુશ થઈ ગયા. રાજા આ બધું જોઈને ખુશ થઈ રહ્યો છે.

એવામાં એક માણસ ધીમી ચાલે ચાલતો ચાલતો રાજા પાસે ગયો, એણે રાજા ને હાથ લગાડ્યો તો રાજા એનો થઈ ગયો અને રાજા ની બધી માલ મિલકત પણ આપોઆપ એની થઈ ગઈ.

આપણું પણ આવું જ છે ,

દુનિયા નો માલિક રોજ સવારે આપણને મોકો આપે છે. પણ અફસોસ આપણે એ માલિક ને મેળવવાને બદલે એની બનાવેલી વસ્તુ મેળવવા પાછળ લાગી જઇયે છીએ.અને એજ ભૂલ કરીયે છીએ .

એમ નહિ કે માલિક ને મેળવી લઈશું  તો એની બનાવેલી આખી દુનિયા  પણ આપણી જ થઇ જશે.

*****

God bless you. Keep smiling every time.

Happy Janmashtmi

નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?

શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.

નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?

શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન" ના મંદિરોમા "દૂધ-દહી-ઘી-મધ" ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.

નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે

શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો... મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?

નારદજી :~ વાત તો વિચારવા જેવી છે... તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?

શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વહેચાય છે, તેમ દુધ-દહી-ઘી-મધ માથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનુ દ્રવ્ય મારા અશકત દિકરાઓમા પ્રસાદી તરીકે વહેચાય એ વધુ ઈચ્છનીય છે.

અને બીજુ હુ મારા ભક્તોને એ કહેવા માંગુ છુ.... કે મને દુધ-દહી-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારા બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યા છે ? ?

નારદજી :~ પરંતુ પ્રભુ !  આ વાત ભક્તો સુધી પહોચાડવી કઈ રીતે ?

શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર, સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?

નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.

શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર.... બોલો ફટાફટ

નારદજી :~ પૃથ્વીલોકમા "માર્ક ઝુકરબર્ગ" ની બે એપ્લીકેશન એટલે કે ફેસબુક અને વોટ્સ-અપ ગ્રુપના માધ્યમથી ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.

શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.

નારદજી : ~ સારુ તો મને રજા આપો... નારાયણ !  નારાયણ !

* ॰ * ॰ * ॰ * ॰ * ॰  * ॰

Think before you speak...

🍂જીંદગી બદલવા માટે લડવું પડે છે

જીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે🍂

‬: પંખી તેના પગ નાં કારણે ફસાય છે,

અને

માણસ તેની જીભ નાં કારણે......

😊H@ppy morning 😉

Saturday, July 15, 2017

True relationship....

*दुनिया में हजारों रिश्ते बनाओ*
      *लेकिन उन हजारों रिश्ते में से*

             एक रिश्ता ऐसा
               बनाओ की

*जब हजारों आप के खिलाफ़ हो*
       *तब भी वह आपके साथ हो.*

     

What is Boomerang effect? Must read

🌷🌼🍁🌷🌼🍁🌷🌼🍁🌷🌼🍁
" *जीवन एक "प्रतिध्वनि" है। यहाँ सब कुछ वापस लौटकर आ जाता है,*

*अच्छा, बुरा, झूठ, सच...।*

         🌲

*अतः  दुनिया को आप सबसे अच्छा देने का प्रयास करें और निश्चित ही सबसे अच्छा आपके पास वापस आएगा*"

🌷🌼🍁🌷🌼🍁🌷🌼🍁🌷🌼🍁

God bless you.

Keep smiling every time....

Have a great time ahead.

Story about coin and note....

Must read please.....

એક વખત એક માણસ ના ખીસ્સામાં 1000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !

આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,

*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*

🌹🍃🌹🍃🌹

કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી ચીંધવા નું પુણ્ય મળશે . ધન્યવાદ !!

Friday, July 14, 2017

Have a nice day !!!

✍🏻
_तेरा मेरा करते एक दिन चले जाना है,_
       _जो भी कमाया यही रह जाना है !_
_कर ले कुछ अच्छे कर्म,_
       _साथ यही तेरे जाना है !_
_रोने से तो आंसू भी पराये हो जाते हैं,_
       _लेकिन मुस्कुराने से..._
_पराये भी अपने हो जाते हैं !_
       _मुझे वो रिश्ते पसंद है,_
_जिनमें  " मैं " नहीं  " हम " हो !!_ 
_इंसानियत दिल में होती है, हैसियत में नही,_
_उपरवाला कर्म देखता है, वसीयत नही.👌🏻*🍁🌴📚✍अनमोल विचार✍📚🌴*
💎💎💎💎💎💎💎💎💎💎💎
                *"घमंड" और "पेट"*
                *जब ये दोनों बढतें हैं..*
          *तब "इन्सान" चाह कर भी* 
       *किसी को गले नहीं लगा सकता..*
     
      *जिस प्रकार नींबू के रस की एक बूँद*
     *हज़ारों लीटर दूध को बर्बाद कर देती है...*
                     *...उसी प्रकार...*
                  *_"मनुष्य का अहंकार"_*
              *भी अच्छे से अच्छे संबंधों को*
                     *बर्बाद कर देता है!!!*
🌴🌻🌴🌻🌴🌻🌴🌻🌴🌻🌴 
                 *_"सत्कर्म ही जीवन है।"_*
             🙏🏻 💫   *सुप्रभात*    💫🙏🏻
     *_🍁आपका दिन शुभ और मंगलमय हो।🍁_
  🌹🙏good morning ji🙏🌹

Human nature...

*રામાયણમાં બે વ્યકિત એવી હતી*

        એક વિભીષણ અને એક કૈકેયી.

વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો,
      છતાં પણ બગડયો નહિ.

કૈકેયી રામના રાજયમાં રહેતી હતી,
છતાં પણ સુધરી નહિ.

*ભાવાર્થ: સુધરવું અને બગડવુ*
                 કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે...!!

🌷 GOOD MORNING 🌷
*_શુભદિન_*😊🇮🇳

Lesson from ANT... Beautiful message

*કીડીને કોઇકે પૂછ્યું..*

*"તમે એક બીજાને મળીને જ કેમ આગળ વધો છો..?"✋🏻*

*કીડી એ સરસ જવાબ આપ્યો ,*

*"એક બીજાને મળવાનું ચૂકી જઇએ તો આગળ વધ્યું શું કામ નું...?"🤝*

*🌹GOOD MORNING🌹*

What is the rate of water?

एक बार किसी रेलवे प्लैटफॉर्म पर जब गाड़ी रुकी तो एक लड़का पानी बेचता हुआ निकला।
ट्रेन में बैठे एक सेठ ने उसे आवाज दी,ऐ लड़के इधर आ।

लड़का दौड़कर आया।

उसने पानी का गिलास भरकर सेठ
की ओर बढ़ाया तो सेठ ने पूछा,
कितने पैसे में?

लड़के ने कहा - पच्चीस पैसे।

सेठ ने उससे कहा कि पंदह पैसे में देगा क्या?

यह सुनकर लड़का हल्की मुस्कान
दबाए पानी वापस घड़े में उड़ेलता हुआ आगे बढ़ गया।

उसी डिब्बे में एक महात्मा बैठे थे,
जिन्होंने यह नजारा देखा था कि लड़का मुस्कराय मौन रहा।

जरूर कोई रहस्य उसके मन में होगा।

महात्मा नीचे उतरकर उस लड़के के
पीछे- पीछे गए।

बोले : ऐ लड़के ठहर जरा, यह तो बता तू हंसा क्यों?

वह लड़का बोला,

महाराज, मुझे हंसी इसलिए आई कि सेठजी को प्यास तो लगी ही नहीं थी।
वे तो केवल पानी के गिलास का रेट पूछ रहे थे।

महात्मा ने पूछा -

लड़के, तुझे ऐसा क्यों लगा कि सेठजी को प्यास लगी ही नहीं थी।

लड़के ने जवाब दिया -

महाराज, जिसे वाकई प्यास लगी हो वह कभी रेट नहीं पूछता।

वह तो गिलास लेकर पहले पानी पीता है।
फिर बाद में पूछेगा कि कितने पैसे देने हैं?

पहले कीमत पूछने का अर्थ हुआ कि प्यास लगी ही नहीं है।

वास्तव में जिन्हें ईश्वर और जीवन में
कुछ पाने की तमन्ना होती है,
वे वाद-विवाद में नहीं पड़ते।

पर जिनकी प्यास सच्ची नहीं होती,
वे ही वाद-विवाद में पड़े रहते हैं।
वे साधना के पथ पर आगे नहीं बढ़ते.

अगर भगवान नहीं हे तो उसका ज़िक्र क्यो??

और अगर भगवान हे तो फिर फिक्र क्यों ???
:
" मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग ।।

हर किसी से रास्ता पूछना अच्छा नहीं होता..

अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया ...

तो बेशक कहना...

जो कुछ खोया वो मेरी नादानी थी

और जो भी पाया वो रब की मेहेरबानी थी!

खुबसूरत रिश्ता है मेरा और भगवान के बीच में
ज्यादा मैं मांगता नहीं और कम वो देता नही....
जन्म अपने हाथ में नहीं ;
मरना अपने हाथ में नहीं ;
पर जीवन को अपने तरीके से जीना अपने हाथ में होता है;
मस्ती करो मुस्कुराते रहो ;
सबके दिलों में जगह बनाते रहो ।
जीवन का 'आरंभ' अपने रोने से होता हैं
और
जीवन का 'अंत' दूसरों के रोने से,
इस "आरंभ और अंत" के बीच का समय भरपूर हास्य भरा हो.
..बस यही सच्चा जीवन है..

     निस्वार्थ भाव से कर्म करो       
              क्योंकि.....
           इस धरा का...
           इस धरा पर...                
      सब धरा रह जायेगा।

Thursday, July 13, 2017

Life oriented philosophy....

*જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી ,

જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી ,

જેટલો દરવાજો હોય છે  એટલું તાળું હોતું નથી ,

જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી , 

પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે . 

આ જ પ્રમાણે  માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે !  

હે માનવ....  "તું બધું કર પણ કોઈને નડ નહિં,   જે વાત ન સમજાય એમા પડ નહિં." 

પૈસા ના અભાવે જગત  માત્ર ૧% જ દુઃખી છે, પણ  સમજ ના અભાવે જગત ૯૯% દુઃખી છે.*

God bless you all !!!

Worth reading in Gujarati....

Vachjo............. khub j saras 6
👌👌👌👌👌👌👌

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા
અને મીરા જેવી જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ
જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

11. પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી...

"હાસ્ય" અને "આંસુ"

આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની
જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોત
ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું
પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે

અને

શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ, તમારા સ્થાન
અને સથિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને
પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને
' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

👌👌👌👌👌👌👌

Sunday, July 9, 2017

Peaceful mind !!!

*માનસિક શાંતિ માટેના ઉપાયો.*

✅ પારકી પંચાત કરશો નહી.

✅ તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો.

✅ કડવા ઘુટડા ગળી જજો.

✅ કદી જીવ બાળશો નહી.

✅ તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી.

✅ કોઈની ઈર્ષા કરશો નહી.

✅ તમે જ તમારી જાતને સુધારો.

✅ જે અનિવાર્ય હોય તે સહન કરી લો.

✅ તમારી ફરજ ચુકશો નહી.

✅ રોજ ધ્યાનમાં બેસો.

✅ સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો.

✅ નિસ્વાર્થ સેવા કરો.

✅ સારા-નરસા નો વિવેક કરતાં શીખો.

✅ જરૂરિયાત ઘટાડો.

✅ કરવા યોગ્ય જ કામ કરો.

✅ ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.

✅ હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો.

✅ માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.

✅ દલીલબાજી થી દૂર રહો.

✅ બધામાં ઈશ્વર દર્શન કરો.

✅ જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

God bless you and your family.

Saturday, July 8, 2017

Please talk with calm mind !!!

Nice story
Please spend 5 mins.

👌👌👌વાંચજો મિત્રો...

ખૂબ સરસ છે આ પ્રસંગ .....

-----------
એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને 'હા' કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.
તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?

મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.

જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.

બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?
અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.

અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,
પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.

મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.

શું કરશો પૈસાનું?

તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી...

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.

બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.
પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,
છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.
માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.
સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.

ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે??

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.

જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.

તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.
ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા...
-----------------
એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.
પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.
તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.
તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.
મને એકદમ યાદ આવી ગયું.
મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.
મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.
સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?
એ દંગ રહી ગઈ. રોવા લાગી.
મારી સાથે ચાલી આવી.
છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,
સબંધ કમાઉ છું.
જે આવે છે એનું કામ કરી આપું છું.
સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.
આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.
તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.
સબંધ જોડ્યો છે તમે...

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો...
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો
માણસ ભાવનાઓ થી
સંચાલિત થાય છે
કારણો થી નહિ.
કારણોથી તો મશીન ચાલે...👌👌👌વાંચજો મિત્રો...

Ashish Barot's Blog I am Happy & Healthy

Crying and Trying .... What is difference?

We observe many people around us, who are doing complaints about almost everything. About their life, wife, situation etc. Means they are c...